વિદેશમાં રહેતા સગાનો ફોન ઉપાડતાં જ ભાષા ન સમજાય? આ ફીચર વાત કરતાં-કરતાં અનુવાદ કરે છે
વિદેશમાં રહેતા પરિવારજનો કે વ્યાપારી સાથીદારો સાથે ફોન પર વાત કરતી વખતે ભાષાનો અવરોધ દૂર કરવા માટે સેમસંગના ગેલેક્સી AIમાં 'લાઇવ ટ્રાન્સલેટ' નામનું ફીચર છે. આ ફીચર તમારી વાતને તરત જ બીજી ભાષામાં ફેરવીને સામેવાળા સુધી પહોંચાડે છે, અને તેમનો જવાબ પણ તમારી ભાષામાં સંભળાવે છે. જાણો આ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે અને તેની મર્યાદાઓ શું છે.